TIME 2022ના લિસ્ટમાં ત્રણ ભારતીય:અદાણી, કરુણા નંદી અને ર્રમ પરવેઝ વિશ્વના 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ; યાદીમાં ઝેલેન્સ્કી અને પુતિન પણ

ટાઈમ મેગેઝિને દુનિયાની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની વાર્ષિક યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ભારતીય બિઝનેસમેન ગૌતમ અદાણી, સુપ્રીમકોર્ટના વકીલ કરુણા નંદી અને કાશ્મીરી એક્ટિવિસ્ટ ખુર્રમ પરવેઝે સ્થાન મેળવ્યું છે. ‘ટાઈમ 100’ની યાદીમાં યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી, મિશેલ ઓબામા, એપલના સીઈઓ ટિમ કૂકનો પણ સમાવેશ કરાયો છે.

twitter

યાદીમાં અમેરિકી પ્રમુખ જો બાઈડેન ઉપરાંત કેવિન મેકાર્થી, રૉન ડેન્સેટિસ, કિર્સ્ટન સિનેમા, કેતનજી બ્રાઉન જેક્સન સહિત અમેરિકી હસ્તીઓ સ્થાન પામી છે. 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં 18 વર્ષીય એલીન ગુનો સમાવેશ થયો છે જ્યારે સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે ફેથ રિંગગોલ્ડનો સમાવેશ કરાયો છે જેમની વય 91 વર્ષ છે.

ટાઈમની યાદીમાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને 13મી વખત સ્થાન મેળવ્યું છે. ઉપરાંત ઓપેરા વિનફ્રે (10), પુટિન (7), બાઈડેન (5), લેગાર્ડ (5), ટિમ કૂક (5), એડેલ (3), રાફેલ નડાલ (2), એલેક્સ મોર્ગન (2), અબી અહેમદ (2), ઈસ્સા રાય(2), મેગન રાપિનો (2) ટાઈમની યાદીમાં સ્થાન મેળવી ચૂક્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.