|

KKRએ 54 રનથી SRHને હરાવ્યું:કરો અથવા મરો મેચમાં રસેલનું ઓલરાઉન્ડ પ્રદર્શન; 3 વિકેટ લીધી તથા 49* રન કર્યા, હૈદરાબાદના બેટર્સ ફ્લોપ રહ્યા

કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2022ની કરો અથવા મરો મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 54 રનથી હરાવી દીધું છે. આની સાથે જ પ્લે-ઓફમાં પહોંચવાની KKRની આશા હજુ જીવંત છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા KKRએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 177 રન કર્યા હતા. આ દરમિયાન આન્દ્રે રસેલે 28 બોલમાં 49 રન ફટકાર્યા હતા.

IPL

જેના જવાબમાં SRHની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 123 રન જ કરી શકી અને મેચ હારી ગઈ હતી. આ દરમિયાન અભિષેક શર્માએ સૌથી વધુ 43 રન ફટકાર્યા હતા. તો બીજી બાજુ કોલકાતાના રસેલે ઓલરાઉન્ડ પ્રદર્શન દાખવી બોલિંગ દરમિયાન પણ 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લઈ KKRની જીતમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.

આ પરિણામ સાથે KKRના 13 મેચમાં 12 પોઈન્ટ થઈ ગયા છે.
પ્લે-ઓફમાં પહોંચવા માટે, KKRએ તેમની અંતિમ મેચ જીતવી પડશે અને અન્ય લીગ મેચોના પરિણામો તેમના પક્ષમાં આવે તે માટે આશા રાખવી પડશે.
બીજી બાજુ SRH ટીમ હારી ગઈ હોવા છતાં પ્લેઓફ રેસમાં છે. તેના 12 મેચમાં 10 પોઈન્ટ છે.
SRHને છેલ્લી બે મેચો પણ જીતવી પડશે અને બાકીની મેચોના પરિણામો તેમની તરફેણમાં આવે તેવી આશા રાખવી પડશે.

KKRની શરૂઆત નબળી રહી

વેંકટેશ અય્યર 7 રન કરીને માર્કો યાન્સેનની ઓવરમાં ક્લીન બોલ્ડ થયો હતો.
નીતિશ રાણા 26 રન કરીને ઉમરાન મલિકે એક જ ઓવરમાં નીતીશ રાણા અને અજિંક્ય રહાણેની વિકેટ લઈને કોલકાતાની મુશ્કેલીમાં વધારો કર્યો હતો.
ઉમરાન મલિકે KKRના કેપ્ટન શ્રેયસ અય્યરને પણ પેવેલિયન ભેગો કર્યો હતો.

બંને ટીમની પ્લેઈંગ-11

કોલકાતા: વેંકટેશ અય્યર, અજિંક્ય રહાણે, નીતિશ રાણા, શ્રેયસ અય્યર, સેમ બિલિંગ્સ, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નરેન, ઉમેશ યાદવ, ટિમ સાઉથી અને વરુણ ચક્રવર્તી.
હૈદરાબાદ: અભિષેક શર્મા, કેન વિલિયમ્સન, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન, શશાંક સિંહ, વોશિંગ્ટન સુંદર, માર્કો યેન્સન, ભુવનેશ્વર કુમાર, ટી.નટરાજન અને ઉમરાન મલિક.
મેચ પહેલાની અપડેટ્સ…

ગતિની સાથે ઉમરાને લાઇન-લેન્થ સુધારવી પડશે
સનરાઇઝર્સ હૈદરાબાદને ઉમરાન મલિક પાસેથી ઘણી આશાઓ હતી. જે મેચોમાં તેણે જોરદાર પ્રદર્શન કર્યું હતું, તેમાંથી ઘણી મેચોમાં ટીમે જીત મેળવી હતી. સતત પાંચ મેચ જીત્યા પછી SRH ફરી એકવાર હારવા લાગી છે. ટીમના ફાસ્ટ બોલર ઉમરાન સામે વિરોધી બેટરે આક્રમક વલણ અપનાવ્યું છે. આવી સ્થિતિમાં તેને લાઈન એન્ડ લેન્થમાં સુધારો કરી ઓછા રન ઓવરમાં થાય એ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.

હૈદરાબાદની હાર માટે કેપ્ટન કેન વિલિયમ્સનના ફોર્મનો અભાવ પણ જવાબદાર રહ્યો છે. પહેલી બે મેચ હાર્યા પછી સતત પાંચ મેચ જીતીને જોરદાર કમબેક કરનારી આ ટીમ હવે પ્લેઓફમાંથી બહાર ફેંકાઈ જવાના આરે છે. જો SRHએ મેચ જીતવી હોય તો તમામ ખેલાડીઓએ એક યુનિટ તરીકે વધુ સારું પ્રદર્શન કરવું પડશે.

કોલકાતાએ મેદાનની બહારના વિવાદોને બદલે જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ સિઝન મિશ્ર રહી છે. કેપ્ટન શ્રેયસ અય્યર અને કોચ બ્રેન્ડન મેક્કલમ વચ્ચે વિવાદની ચર્ચાએ જોર પકડ્યું છે. તેવામાં હવે ટીમના સીઈઓ દ્વારા પ્લેઈંગ ઈલેવનની પસંદગીમાં હસ્તક્ષેપનો મામલો સામે આવ્યો છે. આ તમામ વિવાદો ખેલાડીઓનું ધ્યાન વિચલિત કરે છે અને તેઓ સંપૂર્ણ ઉર્જા સાથે સ્પર્ધા પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. વિશ્વના નંબર વન ફાસ્ટ બોલર પેટ કમિન્સને પાંચ મેચ માટે બેન્ચ પર બેસાડી રાખવાનો નિર્ણય પણ શોકિંગ રહ્યો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.