|

ચાલુ મેચમાં લાઈટ જતી રહી!:ચેન્નઈનો બેટર કોનવે આઉટ થતાં રિવ્યૂ ન લઈ શક્યો, સ્ટેડિયમમાં ટેક્નિકલ ખામીને કારણે થઈ જોવાજેવી

IPL 2022માં ગુરુવારે ચેન્નઈ અને મુંબઈ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં મેદાનમાં ટેકનિકલ ખામીના કારણે ટોસમાં તો વિલંબ આવ્યો પરંતુ આની સાથે બેટર રિવ્યૂ પણ નહોતો લઈ શક્યો. સૌથી પહેલા તો બેડ લાઈટ્સના કારણે મેચ મોડી શરૂ થઈ અને પછી ચેન્નઈની બેટિંગ દરમિયાન લાઈટિંગમાં ટેકનિકલ ખામીના કારણે કોનવે આઉટ થતા DRSનો ઉપયોગ કરી શક્યો નહોતો. ચલો આપણે સમગ્ર ઘટના પર નજર ફેરવીએ…

TWITTER

કોનવે આઉટ થયો, પરંતુ રિવ્યૂ ન લઈ શક્યો
મુંબઈએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. ઈનિંગની પહેલી ઓવરમાં જ ચેન્નઈના બેટર ડેવોન કોનવે સામે LBW અપિલ કરાઈ હતી. જેમાં અમ્પાયરે તેને આઉટ જાહેર કરી દેતા CSKને પહેલો ફટકો પડ્યો હતો. પરંતુ આ દરમિયાન કોનવે અમ્પાયરના નિર્ણયને પડકારવા માગતો હતો અને રિવ્યૂ લેવા સજ્જ થઈ ગયો હતો.

પરંતુ આ સમયે અમ્પાયરે રિવ્યૂ ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સના આધારે મેદાનમાં લાઈટિંગની સહિત અન્ય ખરાબ ટેકનિકલ ખામીના કારણે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. જેમાંથી એક રિવ્યૂ સિસ્ટમની સુવિધા પણ હતી. તેવામાં કોનવેએ અમ્પાયરને વિનંતી કરી હોવા છતાં તે રિવ્યૂ લઈ શક્યો નહોતો.

BCCI

ગણતરીના સમયમાં ટેક્નિકલ ખામી દૂર થઈ
કોનવેની વિકેટ પછી ગણતરીની ઓવર્સમાં ટેકનિકલ ખામી દૂર થઈ ગઈ હતી. પરંતુ CSKને જ્યારે સૌથી વધારે DRSની જરૂર હતી ત્યારે તેનો ઉપયોગ ટીમ કરી શકી નહોતી. જોકે પાવરપ્લે સુધીમાં તો સ્ટેડિયમની અન્ય સુવિધાઓ એક્ટિવ થઈ ગઈ અને મેચ સામાન્યરીતે શરૂ થઈ ગઈ હતી

મુંબઈ અને ચેન્નઈની મેચ પહેલા બેડ લાઈટ્સના કારણે ટોસ થોડો મોડો થયો હતો. આ દરમિયાન સ્ટેડિયમમાં લાઈટ્સ વધારે ચાલુ કરવામાં આવી હતી. જોકે ત્યારપછી મુંબઈએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી લીધી હતી. આ મેચમાં MIએ 2 ફેરફાર કર્યા છે જ્યારે ચેન્નઈએ એકપણ ફેરફાર કર્યો નથી. મુંબઈમાં કિરોન પોલાર્ડ અને મુરુગન અશ્વિનના સ્થાને ટ્રિસ્ટન સ્ટબ્સ અને રિતિક શોકીન પ્લેઇંગ-11માં પસંદ થયા છે.

ચેન્નઈનો ધબડકો, 97 રનમાં ઢેર
IPL 2022ની 59મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ 97 રનના સ્કોરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેથી મુંબઈ ઈન્ડિયન્સ સામે 98 રનનો ટાર્ગેટ હતો. આ દરમિયાન CSKના 7 બેટર સિંગલ ડિજિટ સ્કોરમાં પેવેલિયન ભેગા થયા હતા તો બીજી બાજુ મુંબઈના ડેનિયલ સેમ્સે 3 વિકેટ લીધી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.