શ્રીલંકામાં સ્થિતિ બેકાબૂ:રસ્તા વચ્ચે જ આર્મી અને પ્રદર્શનકારીઓ વચ્ચે ટક્કર, કર્ફ્યૂ નાકામ; તસવીરોમાં જુઓ લોકોનું હિંસક વલણ


શ્રીલંકામાં અત્યારે સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે અત્યારે વધુ એક સિવિલ વોર તરફ દેશ આગળ વધતો હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે વડાપ્રધાન મહિંદા રાજપક્ષેએ રાજીનામું આપી દીધું છે. ત્યારપછી જે થયું એની કોઈને કલ્પના જ નહોતી. રાજપક્ષે પરિવારના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે જાહેરમાં હિંસક અથડામણો થઈ હતી. પોલીસે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને તેમના પરિવારનો સાથ આપ્યો હતો.

ત્યારપછી સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે સેનાને તૈનાત કરવી પડી હતી. સામાન્ય જનતાએ રૂલિંગ પાર્ટીના સાંસદો અને મંત્રિઓ સિવાય અન્ય નેતાઓ પર હુમલા શરૂ કરી દીધા હતા. તેવામાં પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે એક સાંસદે ભીડથી બચવા માટે કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. 2 મંત્રિઓના ઘરને આંગ ચાંપી દેવાઈ.



