|

વિશ્વ ગુરુની રાહે, વૈશ્વિક નેતાઓ:PM નરેન્દ્ર મોદીની આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી જ વાયરલ, લોકોએ કહ્યું- રસ્તો દેખાડતા પ્રધાનસેવક

ક્વાડ બેઠક પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં વડાપ્રધાન મોદી દુનિયાભરના નેતાઓની સાથે ચાલી રહ્યાં છે, પરંતુ ખાસ વાત એ છે કે ફોટોમાં મોદી સૌથી આગળ છે જ્યારે અન્ય નેતાઓ પાછળ ચાલી રહ્યાં છે. ભારતના વડાપ્રધાન હાલ ક્વાડ મીટિંગમાં ભાગ લેવા માટે હાલ જાપાનની મુલાકાતે છે.જ્યાં અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત દુનિયાભરના અનેક દેશોના નેતા ઉપસ્થિત છે. આ દરમિયાન PM મોદીની એક તસીવર સોશિયલ મીડિયામાં ઘણી જ વાયરલ થઈ રહી છે. ફોટોમાં વડાપ્રધાન મોદી દુનિયાભરના તમામ નેતાઓથી આગળ ચાલી રહ્યાં છે અને એવું લાગી રહ્યું છે કે તમામ નેતા PM મોદીની પાછળ ચાલી રહ્યાં છે. ભાજપના અનેક નેતાઓ આ ફોટો શેર કરી રહ્યાં છે.

twitter

ફોટોમાં વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે ચાલી રહ્યાં છે. તેમની પાછળ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઓસ્ટ્રેલિયાના નવ નિયુક્ત વડાપ્રધાન એન્થની એલ્બાનીઝ છે. આ ફોટોને લઈને લોકોની એકથી એક ચઢિયાતી પ્રતિક્રિયા જોવા મળે છે.

ભાજપના નેતાઓએ શેર કરી રહ્યાં છે ફોટો

twitter

ફોટોને શેર કરતા ભાજપના નેતા અમિત માલવીયએ લખ્યું, “વિશ્વની આગેવાની કરતા. એક તસવીર હજાર શબ્દોથી સારી છે.”

તો કેન્દ્રીય મંત્રી અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીએ પણ આ ફોટો શેર કરતા લખ્યું, પ્રધાનસેવક- ‘રાહ જાણે છે, તે રાહ પર ચાલે છે અને તે જ રાહ દેખાડે છે.

તો એક સમયે રાહુલ ગાંધીના નજીકના ગણાતા અને હવે ભાજપના નેતા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ ફોટો પર કંઈક આવી જ પ્રતિક્રિયા આપી છે. તેમને ફોટોની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરતા લખ્યું, ‘વૈશ્વિક વિકાસની અગ્રિમ પંક્તિમાં.’

Similar Posts

Leave a Reply

Your email address will not be published.