રાષ્ટ્રીય પંચાયતી રાજના દિવસે યોજાનાર ઉત્સવ સમયે મોદી જ. કા.માં ઉપસ્થિત રહેશે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે (તા. ૨૪મીએ) રાષ્ટ્રીય પંચાયતી રાજ ઉત્સવમાં ભાગ લેવા જમ્મુ અને કાશ્મીર જવાના છે. તેમ એક સત્તાવાર નિવેદન દ્વારા જાણવા મળ્યું છે. આ દરમિયાન તેઓ આ કેન્દ્રશાસિત પ્રદેશના સામ્બા જિલ્લાના પલ્લી સ્થિત પંચાયત સભાના સ્થળેથી રાષ્ટ્રજોગ સંબોધન કરશે.

વડાપ્રધાન તે સમયે આશરે રૂા 20,000 કરોડની વિવિધ યોજનાઓ અને અમૃત સરોવર યોજનાનું ઉદ્ધાટન કરશે
આ ઉપરાંત તેઓ બહુલક્ષી વિકાસ યોજનાનું વિમોચન કરશે તેઓએ રૂા. ૨૦,૦૦૦ કરોડની આ યોજનાનું ઉદ્ધાટન કરવા સાથે અમૃત સરોવર પરિયોજનાનો પણ પ્રારંભ કરશે.
સત્તાવાર નિવેદન વધુમાં જણાવે છે કે ઓગસ્ટ ૨૦૧૯માં જમ્મુ અને કાશ્મીર અંગે સંવિધાનમાંની કલમ ૩૭૦ દૂર કરાયા પછી સરકારે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં બહુવિધ સુધારાઓ કર્યા છે સાથે સાથે શાસન મજબૂત કર્યું છે અને ખીણ વિસ્તારની જનતાનું જીવન ધોરણ અસામાન્ય ગતિએ ઉંચુ લાવવાના પ્રયત્નો કર્યા છે.
આ દિવસે જ વડાપ્રધાન બનીહાલ કાઝીગુંડ રોડ ટનલનું ઉદ્ધાટન કરવાના છે. રૂા. ૩,૧૦૦ કરોડના ખર્ચે બાંધવામાં આવેલી ૮.૪ કી.મી.ની ટનલના લીધે બંને સ્થાનો વચ્ચે ૧૬ કિ.મી.નું અંતર ઘટી જશે. અને દોઢ કલાકનો સમય બચશે તે ઉપરાંત રૂા. ૭,૫૦૦ કરોડના ખર્ચે બંધાનાર દિલ્હી અમૃતસર કતરા વચ્ચેના ત્રણ માર્ગ માટે શિલાન્યાસ વિધિ કરશે.