|

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં TV9 ચેનલ દ્વારા ‘ગર્વ છે ગુજરાતી છું’ કોન્કલેવ 2022 યોજાઇ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં TV9 ચેનલ દ્વારા ‘ગર્વ છે ગુજરાતી છું’ કોન્કલેવ 2022 યોજાઇ હતી. આ કોન્કલેવમા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લાલ કિલ્લા પરથી ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ દેશના કલ્યાણની વાત કરે ત્યારે એક ગુજરાતી તરીકે આપણને ગૌરવ થાય. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની જ્યારે વાત આવે ત્યારે, ભગવાન સોમનાથ અને દ્વારકાધીશના ચરણોમાં વંદન કરીએ ત્યારે આપણને ગુજરાતી હોવાનો ગર્વ થાય છે.

CMO


તેમણે ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયામાં વિકાસની નવી રાજનીતિ સ્થાપિત કરી છે. ગુજરાત આજે દેશમાં વિકાસનું ગ્રોથ એન્જીન છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, દેશને આઝાદી અપાવનાર પહેલા બે ગુજરાતી ગાંધીજી અને સરદાર પટેલ હતા. અને આજે દેશને સ્વરાજ માંથી સ્વરાજ્ય તરફ લઈ જનારા પણ બે ગુજરાતી શ્રી નરેન્દ્રભાઈ અને શ્રી અમિતભાઇ છે.


આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાના કપરા કાળમાં નરેન્દ્રભાઈ લોકોની ચિંતા કરી ફ્રી વેકસીનેશન કરાવ્યું અને ફ્રી રાશન પણ આપ્યું. શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસગાથાને આગળ ધપાવવા હું અને મારી ‘ટીમ ગુજરાત’ કટીબદ્ધ છીએ એમ તેમણે ઉમેર્યું હતું. આપણે સૌ સાથે મળીને શ્રી નરેન્દ્રભાઈના સંકલ્પ ‘આત્મનિર્ભર ભારત’ બનાવવા કટિબદ્ધ થવાની સંકલ્પના પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી


આ કોન્કલેવમાં કોર્પોરેશનના પદાધિકારીઓ, તથા વિવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Similar Posts

Leave a Reply

Your email address will not be published.