|

ક્લોઝિંગ સેરેમની સ્પેશિયલ:IPL ફાઇનલમાં ગુજરાતી ગરબાની રમઝટ જામશે, મોહિત ચૌહાણ-બેની દયાળનો ખાસ કાર્યક્રમ યોજાશે; સાંજે 6.30થી રંગારંગ ઉત્સવ શરૂ

IPL 2022 ક્લોઝિંગ સેરેમની (29 મે) ફાઇનલ મેચ પહેલાં યોજાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આમાં મોહિત ચૌહાણ, બેની દયાળ, શ્યામક દાવર અને ક્રૂ ડાન્સર રંગારંગ કાર્યક્રમમાં ભાગ લેશે. એની શરૂઆત સાંજે 6.30 વાગ્યાથી થશે અને 7.30 વાગ્યે બંને ટીમ (GT vs RR) વચ્ચે ટોસ થશે. આની સાથે જ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રણવીર સિંહ અને સંગીતકાર એઆર રહેમાનના સ્પેશિયલ શોનું પણ આયોજન કરાયું છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટની સંપૂર્ણ અત્યારસુધીની સફર સહિત સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

INSTAGRAM

આ સેરેમનીની શરૂઆત સાંજે 6.30 વાગ્યાથી શરૂ થશે


નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતી ગરબાની રમઝટ પણ જામશે.

IPL 2022 Closing Ceremony: करीब 4 साल के बाद बोर्ड ने लिया बड़ा फैसला,  फ़ाइनल मैच में होगा रंगा-रंग कार्यक्रम
INSTAGRAM


સાંજે 7.30 વાગ્યે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટોસ થશે

GT vs RR LIVE: BCCI changes timing of IPL 2022 Finals
TWITTER


IPL ફાઈનલ મેચનો મહાસંગ્રામ 8 વાગ્યે શરૂ થશે

ક્રિકેટની સફરનું RECAPE

IPL 2022 Closing Ceremony: Date, Time & Bollywood Celebrities who will  perform
INSTAGRAM


સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ક્લોઝિંગ સેરેમની દરમિયાન ભારતીય ક્રિકેટની સફર પણ દર્શાવવામાં આવશે, જેમાં ઈન્ડિયન ક્રિકેટની અત્યારસુધીની સફર કેવી રહી અને ટીમે જે જે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે એના પર પણ એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યાર પછી આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવશે. એવામાં આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે જ્યારે ક્રિકેટ મેચ દરમિયાન ભારતીય ટેલિવિઝન પર કોઈ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આમીર ખાન સ્ટેડિયમમાં હાજરી નહીં આપે એ લાઈવ મેચના શોમાં ભાગ લઈ શકે છે.

IPL 2022, इस कारण से नहीं होती पिछले 4 सालों से IPL की ओपनिंग सेरेमनी, नहीं  होने के IPL के 15वें सीजन में भी आसार
INSTAGRAM

દેશની સ્વતંત્રતાનાં 75 વર્ષને લઈ ખાસ શો

IPL 2022 Closing ceremony Likely To Be Held BCCI Released Tenders For  inviting Bids Full Process BCCI का बड़ा फैसला, IPL में चार साल बाद हो सकता  है क्लोजिंग सेरेमनी का आयोजन -
INSTAGRAM


મીડિયા રિપોર્ટ્સના આધારે, આ કાર્યક્રમમાં ભારતની સ્વતંત્રતાના 75 વર્ષને ધ્યાનમાં રાખી ખાસ ઉજવણી કરાશે. આ દરમિયાન એક વિશેષ શોની દેશની સ્વતંત્રતાની ઉજવણી અંગે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાશે.

Dream11 IPL 2020 Opening Ceremony: Why There Will Not be be One Ahead of MI  vs CSK Opener
INSTAGRAM

સ્ટેડિયમમાં RGB લાઈટ સહિત સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા

ipl 2022 closing ceremony date IPL 2022 Closing Ceremony Start Time and  Guest List
INSTAGRAM

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રિંગ ઓફ ફાયરને સાઉન્ડ સિસ્ટમ સાથે ખાસ લાઈટિંગની સુવિધાની વ્યવસ્થા કરાઈ છે. આ સેરેમની દરમિયાન મોદી સ્ટેડિયમમાં ફાયર ક્રેકર્સની આતશબાજી પણ થશે. વળી, સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધી ફાઈનલની 1 લાખ 30 હજાર ટિકિટોનું વેચાણ થઈ ગયું છે, જેથી 100 ટકા ફેન્સની કેપેસિટી સાથે આ રંગારંગ કાર્યક્રમનું આયોજન થશે. તો બીજી બાજુ ક્વોલિફાયર-2ની વાત કરીએ તો એમાં લગભગ 85 હજાર દર્શકો મેચ જોવા પહોંચ્યા હોવાની માહિતી મળી છે.

2018માં ક્લોઝિંગ સેરેમનીનું આયોજન થયું હતું

IPL Closing Ceremony | ഐപിഎല്‍ 2022 സമാപന ചടങ്ങ്: ഇവന്റ് ഹൈലൈറ്റ് ചെയ്യാന്‍  രണ്‍വീര്‍ സിംഗ്, എആര്‍ റഹ് മാന്‍
INSTAGRAM


IPLમાં લગભગ 4 વર્ષના અંતરાળ પછી ક્લોઝિંગ સેરેમનીનું આયોજન થઈ રહ્યું છે. તેવામાં ગુજરાત અને રાજસ્થાનની મેચ શરૂ થવાની 50 મિનિટ પહેલાં આ કાર્યક્રમ યોજાશે. ત્યાર પછી મેચ 8 વાગ્યાથી શરૂ થશે. આ ઇવેન્ટ દરમિયાન BCCI ખૂબ જ અનોખી રીતે ભારતીય સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરશે. કોરોના મહામારીને કારણે છેલ્લાં ચાર વર્ષથી IPL સંબંધિત કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું, પરંતુ આ વખતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અગાઉ વર્ષ 2018માં છેલ્લી IPL ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.