ફિલ્મનું પ્રમોશન:કાર્તિકે જયપુરમાં કોલેજના વિદ્યાર્થીઓ સાથે ‘તેરી આંખે ભૂલ ભુલૈયા’ પર કર્યો જોરદાર ડાન્સ

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યને સ્ટૂડન્ટ્સની વચ્ચે સોન્ગ ‘તેરી આંખે ભૂલ ભુલૈયા’ પર જોરદાર ડાન્સ કર્યો. તેણે વિદ્યાર્થીઓ સાથે ફિલ્મ સંબંધિત પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. બોલિવૂડ એક્ટર આર્યન પોતાની અપકમિંગ ફિલ્મ ભૂલ-ભુલૈયા-2ના પ્રમોશન માટે શુક્રવાર સાંજે જયપુર ગયો હતો.

ભુલ ભૂલૈયા 2 ના પ્રમોશન માટે કાર્તિક આર્યન જયપુરની JECRC કોલેજ પહોંચ્યો હતો.

કાર્તિક જયપુરની JECRC યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. તેણે ફિલ્મના ગીત ‘તેરી આંખે ભૂલ ભુલૈયા’ પર ડાન્સ કર્યો હતો. તેણે જણાવ્યું કે, ભૂલ ભુલૈયા-2નું શૂટિંગ જયપુરના સુંદર લોકેશન પર કરવામાં આવ્યું છે. જ્યાં રોમેન્ટિક ગીત ‘હમ નશે મેં તો નહીં’ પણ અહીં શૂટ કરવામાં આવ્યું છે.

પિંક સિટી પહોંચીને, કાર્તિક આર્યનને ફેન્સ સાથે ફોટો ક્લિક કરાવ્યા.

ફિલ્મ ભૂલ ભુલૈયા-2માં કાર્તિક આર્યનની સાથે એક્ટ્રેસ કિયારા અડવાણી, તબ્બુ, એક્ટર અંગદ બેદી, સંજય મિશ્રા જેવા કલાકારો જોવા મળશે. તેમજ પરેશ રાવલ અને અસરાની પાર્ટ 1ની જેમ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હશે. ભૂલ ભુલૈયા-2ને પણ અનીસ બઝમીએ જ નિર્દેશિત કરી છે. જેણે તેનો પહેલો પાર્ટ 1 પણ નિર્દેશિત કર્યો હતો. આ ફિલ્મ 20 મે 2022ના રોજ મોટા પડદા પર રિલીઝ થવા માટે તૈયાર છે.

કાર્તિકના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ‘ફ્રેડી’ તથા ‘શહઝાદા’માં જોવા મળશે. ‘લુકા છુપ્પી’ કર્યા બાદ કાર્તિક આર્યન તથા ક્રિતિ સેનન ફિલ્મ ‘શહઝાદા’માં સાથે કામ કરી રહ્યાં છે. ‘શહઝાદા’માં કાર્તિક-ક્રિતિ ઉપરાંત મનીષા કોઈરાલા, પરેશ રાવલ, રોનિત રોય તથા સચિન ખેડકર છે. આ ફિલ્મ ચાર નવેમ્બર, 2022ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.