દર્શકોને મંત્રમુગ્ધ કરી નાખવા સક્ષમ ગુજરાતી ઐતિહાસિક પિરિયડ ડ્રામા ફિલ્મ ‘નાયિકા દેવી: ધ વૉરિયર ક્વીન’ની સિલ્વર સ્ક્રીન પર ધમાકેદાર રજૂઆત

“નાયિકા દેવી!” ભારતીય ઈતિહાસનો એવો અધ્યાય જે લાખો અન્ય ઐતિહાસિક ઘટનાઓ અને સમ્રાટોના ઢગલાબંધ શૌર્ય વચ્ચે નજરઅંદાજ થઈ ગયો. પરંતુ ફિલ્મ ‘નાયિકા દેવી: ધ વોરિઅર ક્વીન’ થકી આપણને તેની હિંમતભરી સફર જોવા મળી. ‘નાયિકા દેવી – ધ વૉરિઅર ક્વીન’ 12મી સદ્દીમાં થયેલી સત્ય ઘટનાઓ પર આધારિત ઐતિહાસિક ફિલ્મ છે. આ ફિલ્મ ભારતવર્ષની સૌથી પહેલી મહિલા યોદ્ધા વિશે છે, ગુજરાતની ચાલુક્ય વંશની રાણી જેણે પાટણ પર વર્ષો સુધી રાજ કર્યું અને વર્ષ 1178માં સૌથી ખતરનાક સેનાપતિ મોહમ્મદ ઘોરીને યુદ્ધના મેદાનમાં પરાજિત પણ કર્યો.

Nayika Devi - The Warrior Queen (2022) - IMDb
imdb

ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની ખ્યાતનામ અભિનેત્રી ખુશી શાહ એ રાણી નાયિકા દેવીનું પાત્ર ભજવ્યું છે અને બોલીવુડ ના નામી અભિનેતા ચંકી પાંડેએ મોહમ્મદ ઘોરીનું પાત્ર નિભાવ્યું છે. મલ્ટી સ્ટારર આ ફિલ્મમાં મનોજ જોશી, ચિરાગ જાની, જયેશ મોરે, ચેતન દૈયા, આકાશ ઝાલા, ઓજસ રાવલ, મમતા સોની, બ્રિન્દા ત્રિવેદી, બિન્દા રાવલ, કૌશામ્બી ભટ્ટ તથા રાગી જાનીએ અગત્યના પાત્રો ભજવ્યા છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પહેલી ઐતિહાસિક ફિલ્મ જેનું નિર્દેશન નીતિન જી.એ કર્યું છે. ફિલ્મની વાર્તાને જે સરળતાથી સ્ક્રીન પર રજુ કરવામાં આવી છે એ જોતા તો એવું જ લાગે કે કોઈ પરિપક્વ નિર્દેશક જ આ ફિલ્મને આટલી હદે સુંદરતાથી બનાવી શકે. દરેક કલાકારો પોતાના પાત્રોમાં ડૂબીને આપણને ચોક્કસથી 12મી સદીની એ અનન્ય યાદો તરફ લઇ જાય છે.

પાર્થ ઠક્કરનું સંગીત અને ચિરાગ ત્રિપાઠી દ્વારા લખાયેલા શબ્દો અદ્દભુત છે. કૈલાશ ખેર દ્વારા ગવાયેલું ગીત “શંભુ શંકરા”એ દર્શકોના દિલમાં પહેલાથી જ સ્થાન બનાવી લીધું છે. ઉપરાંત ગરબા ગીત “પાટણ ની પટરાણી”, દેશભક્તિ ગીત “આજ કરો કેસરિયા” ના શબ્દો આપણા રૂંવાડા ઊભા કરી નાખે છે.

કોઈ પણ ઐતિહાસિક વોર ફિલ્મમાં ખાસ જરૂરી છે કે આખી ફિલ્મ તેની સ્ટોરી અને એકશન દ્રશ્યોથી દર્શકોને જકડી રાખે. અને આ ફિલ્મમાં પણ એવું જ છે. એક એવા મહિલા યોદ્ધાની વાત અને એક એવો ઇતિહાસ જેનાથી દર્શકો અજાણ છે તેને જબરજસ્ત સંવાદો અને એક્શન દ્વારા બતાડવામાં આવ્યું છે કે દર્શકો એક સમય માટે તો એવું ભૂલી જાય છે કે તેઓ કોઈ ગુજરાતી ફિલ્મ નહિ પણ ખુબ મોટા બજેટની બોલિવૂડ ફિલ્મ જોઈ રહ્યા છે. આ ફિલ્મ તેના દરેક ક્ષેત્રમાં આગળ પડતી છે પછી એ વાર્તા, નિર્દેશન, સિનેમેટોગ્રાફી, અભિનય હોય કે લોકેશન્સ, આર્ટ, કોસ્ટ્યૂમ અને એડિટિંગ હોય. આ ફિલ્મ દર્શકો પર ચોક્કસથી તેનો પ્રભાવ છોડે છે. આટલું જ નહિ ફિલ્મ રિલીઝ થતા દર્શકોએ આ ફિલ્મને એ રીતે વધાવી લીધી કે ગુજરાતના ભાવનગર ના ક્ષત્રિય સમાજે શહેરમાં તહેવારની જેમ ઉજવણી કરીને ફટાકડા ફોડ્યા હતા. આ દર્શાવે છે કે નાયિકા દેવી ફિલ્મએ દર્શકો પર અનોખી છાપ છોડી છે.

આ ફિલ્મનું નિર્માણ ઉમેશ શર્માએ અ ટ્રી એન્ટરટેઈનમેન્ટ ના બૅનર હેઠળ કર્યુ છે. ફિલ્મ 6 મેના રોજ થિએટર્સમાં રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મ અત્યારે ગુજરાત અને મુંબઈ ના તમામ સિનેમા ઘરો માં ધમાલ મચાવી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.