કંગનાની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ:’ધાકડ’એ 8મા દિવસે માત્ર 4,420 રૂપિયાની કમાણી કરી, ફિલ્મની આખા દેશમાં માત્ર 20 ટિકિટ વેચાઈ
એક્ટ્રેસ કંગના રનૌતની ‘ધાકડ’ની બોક્સ ઓફિસ પર ખરાબ હાલત છે. રિપોર્ટ્સ અનુસાર, લગભગ 100 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ 8 દિવસમાં માત્ર 5 કરોડ રૂપિયાની કમાણી કરી શકી. એટલું જ નહીં રિલીઝના 8મા દિવસે આખા દેશમાં ફિલ્મની માત્ર 20 ટિકિટ વેચાઈ છે, જેનાથી ‘ધાકડ’ની કમાણી માત્ર 4,420 રૂપિયા જ થઈ છે. ‘ધાકડ’ કંગનાના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ બની ગઈ છે.

રિપોર્ટ્સ પ્રમાણે, ફિલ્મ ઓપનિંગ ડે પર જ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ ગઈ હતી. પહેલા દિવસે ફિલ્મે માત્ર 75 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મે પહેલા અઠવાડિયા એટલે કે 7 દિવસમાં માત્ર 2 કરોડનું કલેક્શન જ કર્યું હતું. રિલીઝથી લઈ અત્યાર સુધી ‘ધાકડ’ સિનેમાઘરોમાં ફ્લોપ સાબિત થઈ રહી છે. આ ફિલ્મને આખા ભારતમાં 2200 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી.
દેશમાં અત્યાર સુધી માત્ર 25 સિનેમાઘરોમાં ચાલી રહી છે ‘ધાકડ’
સૂત્રોના પ્રમાણે, બીજા અઠવાડિયામાં ‘ધાકડ’ભારતમાં માત્ર 25 સિનેમાઘરોમાં જ ચાલી રહી છે. પહેલા અઠવાડિયાની સરખામણીમાં તેને બીજા અઠવાડિયામાં લગભગ 98.80% સિનેમા

ઘરોમાંથી હટાવી દેવામાં આવી છે. દિલ્હી સૌથી મોટું શહેર છે, જ્યાં 4 સિનેમાઘરોમાં ‘ધાકડ’ ચાલી રહી છે. તેમજ મુંબઈના એકપણ થિયેટરમાં ફિલ્મ નથી ચાલી રહી, કેમ કે પહેલા અઠવાડિયા પછી જ આ ફિલ્મને મુંબઈના તમામ થિયેટર્સમાંથી હટાવી દેવામાં આવી હતી. તેમજ ટિકિટ બુકિંગ એપ બુક માય શો પર ‘ધાકડ’ ‘નો વૉચ ઓપ્શન’ની સાથે બતાવવામાં આવી રહી છે. તેનો અર્થ એ છે કે મૂવી જોનારાઓ માટે બુક કરવા માટે કોઈ શો ઉપલબ્ધ નથી.
ફિલ્મના OTT-સેટેલાઈટ રાઈટ્સ નથી વેચાઈ રહ્યા
બોક્સ ઓફિસ પર ફિલ્મ ફ્લોપ થવાની સીધી અસર ફિલ્મના OTT અને સેટેલાઈટ રાઈટ્સની ડીલ પર પડી છે. રિપોર્ટ્સ પ્રમાણે, ફિલ્મ સુપર ફ્લોપ થયા પછી હવે તેના OTT અને સેટેલાઈટ રાઈટ્સ પણ નથી વેચાઈ રહ્યા, કેમ કે, મેકર્સને કોઈ ખરીદનાર નથી મળી રહ્યા.
ફ્લોપ થયા પછી ફિલ્મના ઘણા શો કેન્સલ થયા

બોલિવૂડ હંગામાના રિપોર્ટ્સ પ્રમાણે, ‘ધાકડ’ના ખરાબ પ્રદર્શન બાદ આ ફિલ્મના ઘણા શો કેન્સલ પણ કરવામાં આવ્યા છે. હવે OTT પર જગ્યા બનાવવા માટે પણ ફિલ્મના મેકર્સને ઘણી મુશ્કેલી થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મેકર્સે ‘ધાકડ’ ના રાઈટ્સ ફિલ્મની રિલીઝ પહેલા એટલા માટે નહોતા વેચ્યાં કેમ કે તેમને એવું હતું કે કોઈ મોટા OTT પ્લેટફોર્મ પર સારી ડીલ મળી જશે. આ જ કારણ હતું કે, ફિલ્મની શરૂઆતમાં પણ મેકર્સે OTT અને સેટેલાઇટ ડીલ વિશે મેકર્સે કોઈ જાણકારી નહોતી આપી.
OTT અને સેટેલાઈટ રાઈટ્સ માટે કોઈ ડીલ નથી મળી રહી
બોક્સ ઓફિસ પર ‘ધાકડ’ ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ છે અને પ્રોડ્યુસર્સ ફિલ્મના સેટેલાઈટ અને ડિજિટલ રાઈટ્સ વેચીને સારી કમાણી કરે તેવી કોઈ આશા નથી. એટલું જ નહીં ફિલ્મના મેકર્સેને અત્યાર સુધી OTT અને સેટેલાઈટ રાઈટ્સ માટે કોઈ ડીલ નથી મળી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ‘ધાકડ’ એક અડલ્ટ ફિલ્મ છે અને તેને ટીવી પર બતાવવા માટે પણ મેકર્સને ફરીથી સર્ટિફિકેશન કરાવવું પડશે, જે એક લાંબી પ્રોસેસ હોય છે. તેમજ ફિલ્મ અંગે ફેન્સ અને ક્રિટિક્સ તરફથી પણ ખરાબ રિસ્પોન્સ મળી રહ્યો.
એમેઝોનને રાઈટ્સ વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે મેકર્સ
‘ધાકડ’ને ઝી સ્ટૂડિયોઝ દ્વારા થિયેટર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે. માર્કેટમાં ચર્ચા હતી કે ઝીના વર્ટિકલ્સ, ઝી-5 અને ઝી સિનેમા ફિલ્મના OTT અને સેટેલાઈટ રાઈટ્સ ખરીદી લેશે. સૂત્રોએ દાવો કર્યો છે કે ઝી-5 ફિલ્મનું OTT પાર્ટનર નથી. મેકર્સ એમેઝોન પ્રાઈમ વીડિયોના રાઈટ્સ વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે. થોડા દિવસમાં ફિલ્મના OTT અને સેટેલાઈટ રાઈટ્સની ડીલ વિશે કન્ફર્મ જાણકારી સામે આવી જશે. ઈન્ડસ્ટ્રી સાથે સંબંધિત એક સૂત્રના જણાવ્યા મુજબ, Zee હજી પણ ટીવી અને ડિજિટલ પ્રીમિયર માટે બોર્ડ પર આવી શકે છે.
20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી ધાકડ
‘ધાકડ’ના મેકર્સને હવે રાઈટ્સ માટે ઓછી કિંમત પર ડીલ કરવી પડશે. સૂત્રોના મુજબ, ‘ધાકડ’ લગભગ 100 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. મેકર્સ માટે નુકસાન અકલ્પનીય છે. રજનીશ ઘાઈના ડાયરેક્શનમાં બનેલી આ એક્શન થ્રિલર ફિલ્મને 20 મેના રોજ થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં કંગના સિવાય અર્જુન રામપાલ, દિવ્યા દત્તા અને શાશ્વત ચેટર્જી પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં કંગના એજેન્ટ અગ્નિની ભૂમિકામાં જોવા મળી રહી છે.