સંતુર લિજન્ડ પંડિત શિવકુમાર શર્માના અંતિમસંસ્કાર:અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તરથી લઈ અસિત મોદી સહિતના સેલેબ્સે અંતિમ દર્શન કર્યા

પંડિત શિવકુમારનું 10 મેના રોજ 84 વર્ષની ઉંમરે અવસાન થયું હતું

twitter

મંગળવાર, 10મેના રોજ સંતુર લિજન્ડ પંડિત શિવકુમાર શર્માનું હાર્ટ-એટેકને કારણે અવસાન થયું હતું. તેમના અંતિમસંસ્કાર આજે એટલે કે 11 મેના રોજ યોજાશે. બુધવારે સવારે 10થી 12 વાગ્યા સુધી જુહુમાં અંતિમ દર્શન માટે પંડિત શિવકુમારના પાર્થિવ દેહને મૂકવામાં આવ્યો હતો. રાજકીય સન્માન સાથે પંડિત શિવકુમારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

પરિવારના સભ્યો.

કોણ કોણ અંતિમ દર્શન માટે આવ્યું?
પંડિત શિવકુમારને શ્રદ્ધાંજલિ પાઠવવા અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અસિત મોદી, જાવેદ અખ્તર, શબાના આઝમી, રૂપકુમાર રાઠોળ, ઝાકિર હુસૈન, હરિપ્રસાદ ચૌરસિયા સહિતના સેલેબ્સ આવ્યાં હતાં.

અમિતાભ બચ્ચન-જયા બચ્ચન.

અંતિમસંસ્કાર 3 વાગ્યા પછી યોજાયા
પંડિત શિવકુમારના અંતિમસંસ્કાર 3 વાગ્યા પછી વિલે પાર્લેના પવનહંસ સ્મશાનમાં યોજાયા હતા. દીકરા રાહુલે પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.

કિડનીની બીમારી હતી
પંડિત શિવકુમારના પરિવારનાં નિકટનાં સૂત્રોએ કહ્યું હતું, 10 મેના રોજ તેમને સવારે 9 વાગ્યાની આસપાસ હાર્ટ-અટેક આવ્યો હતો. તેઓ છેલ્લા સમય સુધી એક્ટિવ હતા. તેઓ ભોપાલમાં આવતા અઠવાડિયે પર્ફોર્મ પણ કરવાના હતા. તેમને છેલ્લા છ મહિનાથી કિડનીની બીમારી હતી અને તેઓ નિયમિત રીતે ડાયાલિસીસ કરાવતા હતા.

પ્રોડ્યુસર અસિત મોદી.

જમ્મુમાં જન્મ થયો હતો
શિવકુમાર શર્માનો જન્મ 1938માં 13 જાન્યુઆરીના રોજ જમ્મુમાં થયો હતો. તેમનાં માતા ઉમા દત્ત શર્મા સિંગર હતાં. તેમની માતૃભાષા ડોગરી હતી. પાંચ વર્ષની ઉંમરથી શિવકુમારે તબલાં શીખવાની શરૂઆત કરી હતી. 13 વર્ષની ઉંમરે શિવકુમારે સંતુર શીખવાનું શરૂ કર્યું હતું. 1955માં મુંબઈમાં પંડિત શિવકુમારે પહેલું પબ્લિક પર્ફોર્મન્સ આપ્યું હતું. સંતુર જમ્મુ-કાશ્મીરનું લોકવાદ્ય યંત્ર છે. પંડિત શિવકુમારે આ વાદ્યને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવ્યું હતું.

પંડિત શિવકુમારે મનોરમા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરા છે. એક દીકરો રાહુલ 13 વર્ષની ઉંમરથી સંતુર વગાડે છે. પંડિત શિવકુમાર દીકરા સાથે 1996થી સાથે પર્ફોર્મન્સ આપતા હતા.

શિવ-હરિની જોડી લોકપ્રિય હતી
પંડિત શિવકુમાર શર્મા તથા વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા ‘શિવ-હરિ’ની જોડીથી લોકપ્રિય હતા. 1967માં બંનેએ પહેલી જ વાર ‘શિવ-હરિ’ના નામથી ક્લાસિકલ આલ્બમ તૈયાર કર્યું હતું. આ આલ્બમનું નામ ‘કૉલ ઑફ ધ વેલી’ હતું. ત્યાર બાદ બંનેએ અનેક મ્યુઝિક આલ્બમમાં સાથે કામ કર્યું હતું. સ્વર્ગીય ડિરેક્ટર-પ્રોડ્યુસર યશ ચોપરાએ શિવ-હરિની જોડીને પહેલીવાર ફિલ્મમાં બ્રેક આપ્યો હતો.1981માં આવેલી ‘સિલસિલા’ ફિલ્મમાં આ જોડીએ સંગીત આપ્યું હતું. યશ ચોપરાની ચાર ફિલ્મ સહિત આઠ ફિલ્મમાં સંગીત આપ્યું હતું.

જાવેદ અખ્તર તથા શબાના આઝમી.

સિલસિલા (1981)
ફાસલે (1985)
વિજય (1988)
ચાંદની (1989)
લમ્હેં (1991)
પરંપરા (1993)
સાહિબાન (1993)
ડર (1993)
​​​​​​આ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા
પંડિત શિવકુમારને નેશનલ તથા ઇન્ટરનેશનલ અનેક અવૉર્ડ મળ્યા હતા. 1986માં તેમને સંગીત નાટક અકાદમીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1991માં પદ્મશ્રી તથા 2001માં ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.