|

વતનપ્રેમ: અમરેલીનું દુધાળા ભારતનું સૌપ્રથમ સોલર સિસ્ટમથી સજ્જ ગામ બનશે, ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાની પોતાના વતનને ભેટ

અમરેલીના દુધાળામાં ઉદ્યોગપતિ પોતાના ખર્ચે સોલર સિસ્ટમ લગાવી રહ્યા છે


વિનામૂલ્યે સોલર સિસ્ટમ ફિટ કરાશે, 25 વર્ષ સુધી ફાયદો મળશે


ગામનાં ઘરે ઘરે સોલર પ્લેટ ફિટ કરાશે, 50% કામગીરી પૂર્ણતાના આરે

અમરેલીનું દુધાળા ભારતનું સૌપ્રથમ સોલર સિસ્ટમથી સજ્જ ગામ બનશે, ઉદ્યોગપતિ  ગોવિંદ ધોળકિયાની પોતાના વતનને ભેટ | Amreli's Dudhala to be India's first  solar-powered ...
dheshgujarat

અમરેલી જિલ્લામાં આવેલા લાઠી તાલુકાના દુધાળા ગામના વતની અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા દ્વારા તેમના વતન-ગામને અનોખી ભેટ આપવામાં આવી રહી છે, જેના ભાગરૂપે તેઓ ગામનાં ઘરે ઘરે સોલર પ્લેટ ફિટ કરાવી રહ્યા છે. ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ગામ માટે ખરેખર કંઈક કરી છૂટવાની ભાવનાનાં દર્શન કરાવ્યા છે. તેઓ પોતાના સ્વખર્ચે ગામમાં સોલર સિસ્ટમ લગાવી રહ્યા છે, જેનાથી ગામ આખાને ખૂબ મોટો ફાયદો થશે.

ગામમાં 50% ઉપરાંત સોલર ફિટિંગ થઈ ગયાં

અમરેલીના દુધાળા ગામે 300 મકાનની છત પર 2 કરોડના ખર્ચે સોલાર પેનલ લગાવાશે,  પરિવારને મહિને 5 હજારની આવક | On the roof of 300 houses in Dudhala village  of Amreli, Rs. Solar panels will be installed at a cost of Rs 2 crore, each  family will get an income of ...
dheshgujarat


ભારત દેશમાં દુધાળા સોલર સિસ્ટમ ધરાવતું આવું ગામ પ્રથમ બનશે. આ ભેટ મળતાં સમસ્ત દુધાળા ગામ ખુશખુશાલ બન્યું છે. ગામમાં દર મહિને જે બિલ આવતું હતું એનાથી આખા ગામને મોટી રાહત થશે. હાલમાં ગામમાં 50% ઉપરાંત સોલર ફિટિંગ થઇ ગયાં છે. જ્યારે દુધાળા ગામમાં 310 જેટલાં મકાનો આવેલાં છે, જે તમામ મકાનોમાં આ સોલર સુવિધા આપવામાં આવશે. હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી આ કામગીરી કરાઇ રહી છે.

My Village Dudhala - YouTube
dheshgujarat

ધોળકિયા પરિવારને આ ભેટ આપવાનો કેવી રીતે વિચાર આવ્યો?
થોડા સમય પહેલાં ગોવિંદભાઈ ધોળકિયાને લિવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરાર્યું અને એક નવી જિંદગી મળી હતી. ત્યારે સાજા થયા બાદ વતન માટે કંઈક ભેટ આપવાનું નક્કી કરાયું હતું. એમાં તેમના પરિવાર દ્વારા એવું નક્કી કરાયું હતું કે આખા ગામને સોલર સિસ્ટમથી સજ્જ કરવું, જેથી ગામના લોકોને વીજળી બિલથી મોટી રાહત મળી શકે. એને કારણે ગામમાં સોલર પ્લેટના ફિટિંગની કામગીરી ચાલી રહી છે. હાલ 50% આસપાસ સોલર પ્લેટ નાખવામાં આવી છે, આગામી દિવસોમાં આખું ગામ ભારતનું સૌપ્રથમ સોલર સિસ્ટમથી સજ્જ ગામ બનશે.

Dudhala in Gujarat to become the first completely solarized village |  DeshGujarat
dheshgujarat

સોલર સિસ્ટમ વિનામૂલ્યે ફિટ કરાઇ
ગામના રિદ્ધિ રાદડિયાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં ગોવિંદકાકા દ્વારા સોલર ફિટિંગ કરાવ્યા બાદ ખૂબ ફાયદો થયો છે, જેમ કે લાઈટ બિલ આવતું હતું, જે આવતા મહિનેથી બંધ થશે, આ સોલર સિસ્ટમ વિનામૂલ્યે ફિટ કરાઇ રહી છે, જેનો અમને 25 વર્ષ સુધી ફાયદો મળવાનો છે

Dudhala in Gujarat to become first village to be completely solarised by a  foundation, Energy News, ET EnergyWorld
ET

ગોવિંદભાઇ ધોળકિયાના ભત્રીજા ઈશ્વરભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે અમારા ધોળકિયા પરિવારે પ્લાન કર્યો હતો, જેથી અમે સુરતથી આજે વતન દુધાળા આવ્યા હતા. ગામ આખું ખુશ થઈ ગયું છે, આવતા દોઢ માસમાં આ કામગીરી પૂર્ણ થશે. હાલ કામગીરી ચાલી રહી છે, ગામનાં બાળકોથી લઈ વૃદ્ધ સુધીના લોકો ખુશ જોવા મળ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *