અમેરિકન સ્ટારના ગળામાં ભારતીય હાર:300 રાણી સાથે ન્યૂડ પાર્ટી કરનારા પટિયાલાના રાજાનો નેકલેસ અમેરિકામાં દેખાયો, 1948માં ગુમ થયો હતો

તાજેતરમાં જ મેટ ગાલા ઇવેન્ટ યોજાઈ ગઈ હતી. આ ઇવેન્ટમાં અમેરિકન સ્ટારે પહેરેલા નેકલેસ ભારતીયોનું ધ્યાન ખેંચ્યું હતું. હીરાનો આ નેકલેસ ઘણો જ કિંમતી છે. આ અંગે કહેવાય છે કે નેકલેસમાં દુનિયાનો સાતમો સૌથી મોટો હીરો જડવામાં આવ્યો હતો. સો.મીડિયામાં આ તસવીર વાઇરલ થતાં ઇન્ડિયન સો.મીડિયા યુઝર્સે આ નેકલેસ ચોરીનો હોવાનું કહ્યું હતું. કહેવાય છે કે આ નેકલેસ પટિયાલાના મહારાજા ભૂપિંદર સિંહનો છે. 1948માં અચાનક જ આ નેકલેસ ગુમ થઈ ગયો હતો.

twitter

મેટ ગાલામાં અમેરિકન યુટ્યૂબર જોવા મળી હતી
અમેરિકન યુ ટ્યૂબર એમ્મા ચેમ્બલિન મેટ ગાલા ઇવેન્ટમાં જોવા મળી હતી. અહીંયા તેણે આ જ નેકલેસ પહેર્યો હતો. અહીંયા આ ઐતિહાસિક નેકલેસ પર તમામનું ધ્યાન ખેંચાયું હતું. કહેવાય છે કે આ નેકલેસ મહારાજા ભૂપિંદર સિંહે ખાસ પોતાના માટે તૈયાર કરાવ્યો હતો. આ નેકલેસમાં હીરા તથા અન્ય રત્નો હતા. મહારાજાએ આ નેકલેસ પછી પોતાના દીકરા યુવરાજ યદવિંદ્ર સિંહને આપ્યો હતો.

twitter

50 વર્ષ પહેલાં લંડનમાં આ નેકલેસ જોવા મળ્યો હતો
આ ઐતિહાસિક નેકલેસ પટિયાલાના મહારાજાએ 1928માં બ્રિટિશ કંપની કાર્ટિયર પાસે તૈયાર કરાવ્યો હતો. નેકલેસમાં દુનિયાનો સાતમો સૌથી મોટો હીરો ડી બીમર્સ લગાવ્યો હતો. 1948માં ગુમ થયા બાદ આ નેકલેસ 50 વર્ષ પહેલાં લંડનમાં જોવા મળ્યો હતો.

hdtv

કાર્ટિયરે આ કીમતી હીરો શોધ્યો હતો
કાર્ટિયરે જ આ શોધ્યો હતો, પરંતુ તે વખતે નેકલેસમાંથી ડી બીમર્સ સહિત મોટાભાગના કિંમતી હીરા તથા રત્નો નીકળી ગયા હતા. એમ્મા ચેમ્બરલિન આ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર છે. કહેવાય છે કે કંપનીએ ફરી એકવાર આ નેકલેસ બનાવ્યો અને પ્રમોશન માટે એમ્માને પહેરાવ્યો હતો.

મહારાજાને 300થી વધુ રાણીઓ હતી
પટિયાલાના મહારાજા ભૂપિંદર સિંહનું જીવન ઐય્યાશીથી ભરપૂર હતું. તેમને ભારતના સૌથી ઐય્યાશ રાજા કહેવામાં આવતા હતા. તેમને મોંઘા કપડાં તથા ઘરેણાંનો શોખ હતો. તેમણે 10 લગ્ન કર્યા હતા. આ ઉપરાંત તેમને 300થી વધુ રાણીઓ હતી. કહેવાય છે કે ભૂપિંદર સિંહ આ રાણીઓ સાથે ન્યૂડ પાર્ટી કરતા હતા. આ પાર્ટીમાં લોકો કપડાં પહેર્યા વગર આવતા હતા. મહારાજા પણ એ જ રીતે આવતા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.